Friday, May 20, 2011

આમ થયો મને પ્રેમ

  Dedicated to my heartbeat....

એક અજનબી થઇ છે મારી,આવું ખરેખર થયું હશે કેમ?
હું આજે વિચારું છું  કે,કેમ થયો મને પ્રેમ?

તારી ઉત્સાહભરી  નઝર, અને અમીભર્યા નેણ ,
સ્નેહ ભરી આ આંખો, કદાચ આમ જ થયો મને પ્રેમ.

વલખા મારી રહ્યો હતો મૃગજળ માં, એ હતું પાણી કે હતો મારો વહેમ,
મરુભુમિ માં  અમૃત જળ બની  આવી તું, સાચે આમ જ થયો મને પ્રેમ

અસ્તિત્વ ની લડાઈ માં હતો એકલો, ના કોઈ ની દુઆ ના કોઈ ની રહેમ,
આત્મવિશ્વાસ ની આશા લઇ ને આવી તું, ખરેખર આમ જ થયો મને પ્રેમ,

મનોમંથનના વમળ માં અટવાયેલો હું , ભીષણ જ્વાળામુખી ની જેમ,
ચંદન ની શીતળતા આપી તે મને, એટલે આમ જ થયો મને પ્રેમ.

શોધતો હતો ચાંદ નું અજવાળું, મળ્યો સૂર્ય નો તેજ.
તું આવી જીવન માં ચાંદની, અને એટલે જ થયો મને પ્રેમ.

- સ્મિત અજાણી

8 comments: