"આની પાછળ કાઇંક અર્થ હશે જ. નહિ તો આ સદીઓ સુધી ચાલે નહિ, નિરર્થક વસ્તુ જાતે જ સમય જતા પૂર્ણ થઇ જાય." આવી કંઈક વાત રેવા ફિલ્મ માં સાંભળી ને મજા આવી ગઈ.
એક અમેરિકા માં રહેલો જીવેલો વ્યક્તિ માં ભારત ના એક ભાગ માં આવી ને ગરીબ લોકો ને એક નદી ની સેવા કરતા અનેપરિક્રમા વાસી ની સેવા કરતા જુવે ત્યારે જે લાગણી થાય તેને આબેહૂબ જીલી લીધી છે આ ફિલ્મ માં. "રેવા" એટલે અત્યાર સુધી ની સર્વ શ્રેષ્ઠ ત્રણ ગુજરાતી ફિલ્મ પૈકી એક. તેના વિષે ઘણું લખાયું, વંચાયું કહેવાયુ, સંભળાયું, એટલે એના વિષે મારે વાત નથી કરવી। પણ વાત ની શરૂઆત રેવા થી કરી કારણ કે આજે જે વાત શેર કરું છું એની વાત પણ અહીં થી જ શરુ થઇ.
રેવા જોઈ ને 3 દિવસ પછી "તત્વમસિ" લઇને વાંચવાનું શરુ કર્યું। પછી 10 દિવસ માં તો તત્વમસિ, લવલી પાન હાઉસ , અકૂપાર, તિમિરપંથી ,અતરાપી સમુદ્ન્રાતિકે વાંચી લીધી.

વર્ષો થી માનવ સંસ્કૃતિ આમ જ ચાલે છે. વ્યક્તિ જન્મે છે, ઉછરે છે, ભણે છે, નોકરી ધંધો કરે છે, પરણે છે, બાળકો પેદા કરે છે, એમને મોટા કરે છે, માતા પિતા ની સેવા કરે છે. તે મૃત્યુ પામે છે ને પછી તે ધીમે ધીમે ભુલાઈ જાય છે અને તેનો પુત્ર કે પુત્રી આ જ ઘટમાળ માં થી પસાર થાય છે. આપણે સૌ આ બધી જ ઘટના માં થી પસાર થઇએ છીએ કે આજુ બાજુ લોકો ને પસાર થતા જોઈએ છીએ.
ધ્રુવ દાદા ની વાર્તા ઓ માં આ જ વાતો છે. ક્યારેય ન કહેવાયેલી ને ન સંભળાયેલી, છતાં દિલ ની નજીક, અનુભવાયેલી વાતો। "અતરાપી " નવલકથા માં મુખ્ય નાયક સારમેય છે અને તે કહે છે કે "જ્ઞાન એવમ બંધનમ ". જ્ઞાન એ જ બંધન છે. તો શું આ સાચું છે ? આ બ્લોગ લખતી વખતે વિચારું કે કેટલા લોકો વાંચશે? મારા વખાણ કરશે? કે પછી આ બકવાસ છે એવું કહેશે? કે પછી મારા વાંચન પ્રત્યે માન થશે એમને। આ વિચારું એ જ બંધન છે. ખરેખર જીવન માં "હું પણું " છોડવું એ સિંહાસન છોડવા કરતા પણ અઘરું છે, ખેર હું પણુ છોડવા સિન્હાસન પણ છોડવું જ પડતું હશે ને !!!
લવલી પાન હાઉસ નો નાયક યાત્રિક ( બોલવાનું નામ ગોરો, લખવાનું યાત્રિક ) કહે છે " ભૂત, પિસાચ છે કે નહિ તે વિષે લોકો ચોક્કસ શંકા કરે છે, પણ નસીબ બાબતે એવો અનુભવ નથી." તો શું આપણે જે છીએ એ નસીબ ના લીધે છીએ. કે પછી આપને આપણી મહેનત થી નસીબ ને બદલી શકીએ છીએ કે પછી જ્યાં આપણા પગ ટૂંકા પડે ત્યાં અથવા તો જ્યાં બીજો બાજી મારી જાય ત્યાં આપણે નસીબ પર નાખી દઈએ છીએ.
ધ્રુવ દાદા ની વાર્તાઓ શરૂઆત થી અંત સુધી એક સીધી સાદી સફર છે જે જીવન ના ઉત્તર ચડાવ ની વાતો કરે છે ને આપણે પહોંચાડે છે એવી જગ્યા એ કે જ્યાં જીવન ને જોવાની દ્રષ્ટિ જ બદલાઈ જાય છે.
લવલી પાન હાઉસ માં વલીભાઈ પાન ની દુકાન ધરાવે છે, આખો દિવસ પાન બનાવે છે, સફેદ ઝભ્ભો પણ પહેરે છે પણ એમાં એક પણ દાગ નથી, આ વાત કીચડ માં રહી પણ કમળ ની જેમ ખીલતા વ્યક્તિત્વ ની છે! આ વાત ને ભ્રષ્ટ અધિકારીઓ વચે કામ કરતા એક પ્રમાણિત અધિકારી સાથે સરખાવી શકાય!
તિમિર પંથી... અંધારા માં ચાલતો વ્યક્તિ.... આમ જુઓ તો ચોરી એટલે રાતે ઘર માં ઘુસી ન કીમતી વસ્તુ ઉપાડી ને નાસી જાય એ ચોર!! પણ આ જ વાત ને એકદમ સરળ રીતે અને છતાં પણ ખુબ ગૂઢ અર્થ સાથે ધૃવ ભટ્ટ એ લખી છે. તે સમાજ ના નિયમો તેમના રીતિરિવાજો અને તેમના જીવન ને ખુબ નજીક થી જોવાનો લહાવો આ વાર્તા માં મળે છે
જેમ બક્ષી બાબુ મેળાવડા ના માણસ છે એમ ધ્રુવ દાદા મન ના માણસ છે. તેમની વાર્તા માં સહજતા, સુકુન અને શાંતિ એક સાથે અનુભવાય છે. સ્થૂળ રૂપે ચાલતું સામાન્ય જીવન પણ સુક્ષ્મ રીતે તો એક અનેરી ઝડપ થી ચાલતું જ હોય છે! "સમુદ્રંતિકે" માં એક દિવસ પણ અહી કેમ નીકળે એમ વિચારતો યુવાન ત્યાં વર્ષો જીવી લે છે એ પણ એકદમ ઉલ્લાસ થી... ત્યારે સમજાય છે કે ખરેખર માણસ જેવી જણસ બીજી કોઈ નથી!