"મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે ઈશ્વર એને ૨ પ્રશ્ન પૂછે છે ૧. તમે આખી જિંદગી મજા કરી? જલસા કર્યા? બધું એન્જોય કર્યું? અને બીજો પ્રશ્ન તમે કેટલા લોકો ને મજા કરાવી? કેટલા ને ખુશ કર્યા? કેટલા સાથે ખુશી ને શેર કરેલી? "જય વસાવડા એ ભુજ માં આપેલા વક્તવ્ય માં જયારે આ વાત કીધી ત્યારે વિચાર આવ્યો કે ખરેખર આવું હોતું હશે? શું જિંદગી આ બાબત માટે જ છે. તો પછી આ બધું ભણવાનું, નોકરી કરવાની, મહેનત મજુરી કરવાની, રૂપિયા કમાવાની શું જરૂર? આ બધી ગડમથલ વચ્ચે બરફી ફિલ્મ જોઈ અને આ બધા જ પ્રશ્નો ના જવાબ મળી ગયા.
આ પહેલી ફિલ્મ નથી કે જેમાં હીરો મૂંગો બહેરો હોય (અને છેલ્લી પણ નથી) પરંતુ આ ફિલ્મ નો નાયક કેટલી સરળતા થી જીવન જીવવાની રીત શીખવાડી જાય છે. જીવન છે તો લડવું પડશે, આફત આવે તો સામનો કરવો પડશે. જીવન માં ભાગી શકાતું નથી. લડવાનું હોય છે. લડી લેવાનું હોય છે. અને આ જો લડી લેવાની તાકાત આવી જાય તો દુનિયા તમારી છે. પણ આ તાકાત આવે કેવી રીતે? કેવી રીતે આ બધું શક્ય બને. આ જાણવા માટે તો બરફી જોવી પડે બોસ્સ.. જુવો અને જલસા કરો...
સો બી બરફી બી હેપ્પી !!!!!!
Love,
Smit
No comments:
Post a Comment