વાંચે ગુજરાત અને વાવે ગુજરાત ના અતિ સુંદર અને સુસજ્જ પરિણામ આવ્યા બાદ ગુજરાત સરકાર એ ગુજરાત ના આદરણીય અને લોક લાડીલા મુખ્ય મંત્રી ના નેજા હેઠળ ગુજરાત ને વધુ એક નવી સિદ્ધિ હસ્ત કરવાનો નિર્ધાર કર્યો છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ આજે વિધાન સભા માં જાહેરાત કરી કે પોતાના શરીર નો કચરો દુર કરવા અને પ્રદુષણ અટકાવવા માટે ગુજરાત એક સાથે પાદશે. આ રેકોર્ડ ને પણ ગુજરાત પોતાના નામે કરી વિશ્વ માં નવી ઉંચાઈ ને સ્પર્શ કરશે એવું એમને પોતાની જાહેરાત માં જણાવ્યું હતું.
"ગુજરાત આજે ભારત જ નહિ પણ વિશ્વ માં સીમા ચિન્હ રૂપ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યું છે. ગુજરાત એ છેલ્લા દાયકા માં ખુબ જ પ્રગતિ કરી છે. આજે ગુજરાત એક નવી સિદ્ધિ સર કરવા જઈ રહ્યું છે. આપને આ ૧૬ august ના દિવસે સમગ્ર ગુજરાત એક સાથે પાદશે. અને આ પાદ ની ગુંજ સમગ્ર વિશ્વ માં પડશે.મને એ જણાવતા અત્યંત દુખ લાગે છે કે ગુજરાત સરકાર ના આ આધુનિક પગલા ને કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પ્રોત્સાહન નથી અપાઈ રહ્યું. આજે ગુજરાત એક સાથે પાદી પોતાની તાકાત તેમજ ક્ષમતા નું પ્રદર્શન કરશે. મિત્રો, આ લોકો ને આપને બતાવી આપીશું કે ગુજરાતી ની પાદ માં પણ એના ઈરાદા ની મક્કમતા રહેલી છે. અને ગુજરાત એક સાથે પાદી અને કેન્દ્ર સરકાર ને ધ્રુજવાની ક્ષમતા રાખે છે " નરેન્દ્ર મોદી એ પોતાના ભાષણ માં આવું જણાવ્યું હતું.
આ વાત ને પ્રોત્સાહન આપતા ગુજરાત સરકાર ના પ્રવક્તા એ જણાવ્યું હતું કે "વાંચે ગુજરાત અને વાવે ગુજરાત ની શાનદાર સિદ્ધિ પછી આપને માનનીય મુખ્યમંત્રી સાહેબ ના નેજા હેઠળ એક નવી સિદ્ધિ સર કરવા જઈ રહ્યા છીએ. મોદી સાહેબ ના નેજા હેઠળ આપને પાદે ગુજરાત કાર્યક્રમ કરવાના છીએ. ૧૬ august થી માનનીય અન્ના હઝ્ઝારે જી પોતાનું ભ્રષ્ટચાર વિરોધી અંશન પર ઉતારવાના છે. આ અનશન ને ટેકો આપવા માટે ગુજરાત ના મુખ્યમંત્રી સાહેબ ની આ પહેલ ને સમગ્ર ગુજરાત એ આવકારી છે. અને આ દિવસે ગુજરાત એક સાથે પાદી ને એ બતાવી દેશે કે ગુજરાત એ ભારત ની કેટલી મોટી તાકાત છે. માનનીય નરેન્દ્ર મોદી સાહેબ પણ આ દિવસે ગાંધીનગર માં સમગ્ર મંત્રી મંડળ સાથે આ કાર્યક્રમ માં ભાગ લેવાના છે. અને ત્યાર બાદ દરેક તાલુકા માં પણ આ પ્રકાર ના આયોજનો કરવાની નેમ ધરાવે છે. માનનીય મોદી સાહેબ કે જેમને બધું જ રાજ્ય ના વિકાસ માટે સમર્પિત કરેલું છે તેઓ માટે આ એક વિકાસ ની ઝંખના માં મોટું અને ઉત્કૃષ્ટ કદમ છે."
બીજી તરફ આ પગલા ને સખત રીતે વખોડતા અર્જુનસિંહ એ જણાવ્યું હતું કે મોદી નું સતા પર નું વળગણ અને ગુજરાત વિરોધી નીતિ તેમનો તેમજ ગુજરાત ને ખુબ પરેશાન કરશે. તેમણે વધુ માં જણાવ્યું હતું કે આ બધું અદાની જૂથ ના ઈશારા પર થઇ રહ્યું છે. અને આ ગુજરાત સરકાર એ માત્ર ઉદ્યોગ ગૃહ માટે જ કામ કરી રહી છે. આ સરકારે નીતિમતા ના ધોરણે રાજીનામુ આપી દેવું જોઈએ.
ગુજરાત સરકાર એ દરેક વિભાગ ને સુચના આપી અને ૧૬ august માટે સમગ્ર તૈયારી કરી તેમજ સમગ્ર ઘટના નું ફોટો અને વીડિઓ રેકોર્ડ કરવાની સુચના આપી છે. માનનીય મુખ્ય મંત્રી આ પ્રકાર ના પ્રોગ્રામ ને પોતાના વિરોધ નો એક ભાગ બતાવે છે ત્યારે વિપક્ષ આખી ઘટના ને publicity stunt ઘણાવી અને સહાનુભુતિ ભેગી કરવાનો એક નિર્મમ પ્રકાર બતાવે છે.
No comments:
Post a Comment