Wake Up Smit

This is my Blog, I'll write what I think, what I like to share with everyone. I do not claim to be the originator of all collections here. I get these through, email, books, movies amongst other sources; makin it difficult to always give credit to the Author. It is just my attempt to liven up LIFE which is in any case too serious. There is no discrimination - racial or otherwise involved. If you see something you do not like, please feel free to move on!

Monday, September 10, 2012

સોશિયલ મીડિયા- સામાન્ય માણસ ની તાકાત કે વાંદરા ના હાથ માં તલવાર?

"કોચી ટસ્કર ની ટીમ ની ૨૫% રકમ ક્યાંથી આવી છે કોઈ ને પૂછવું પડશે. ખરું ને શશી થરુરજી"

૨૦૧૦ માં ટવીટર  પર   ૧૪૦ અક્ષર ની ટવીટ લલિત મોદી કરી અને સર્જાયો એક ભૂકંપ.ત્યાર પછી આઈ પી એલ ના કમિશ્નર લલિત મોદી અને કેન્દ્રિય મંત્રી શશી થરુર વચ્ચે  શરુ થયો આક્ષેપ અને પ્રતિઆક્ષેપ નો દોર. અને અંતે  શશી થરૂરે પોતાની કેબીનેટ કક્ષા ના મંત્રી  પદે થી રાજીનામું આપવું પડ્યું. સામે લલિત મોદી તો દેશ છોડી ને ભાગવું પડ્યું. આજે લલિત મોદી લંડન માં બેઠા છે. ત્યારે ભારત દેશે પ્રથમ વખત સોશિયલ મીડિયા ની તાકાત જાણી હતી. ત્યાર બાદ ભારત માં એક નવી તાકાત ઉભરી ને બહાર આવી છે.

ગત વર્ષે અન્ના હઝારે અને એમની ટીમ તાકાત નો ભરપુર ઉપયોગ કરી ને દેશમાં એક જુવાળ લાવ્યા હતા અને ચેતન ભગત ની ભાષા માં કહીએ તો યંગ ઇન્ડિયા ની તાકાત દુનિયા ને બતાવી હતી.    સોશિયલ મીડિયા  ની મદદ થી ગુવાહાટી માં એકલી છોકરી પર થયેલા હુમલા બાદ ત્યાં ના "ન્યૂસ લાઇવ" ના તંત્રી રાજીનામું આપવું પડ્યું હતું.   હતો  ટવીટર નો કમાલ.    હતું સોશિયલ મીડિયા ની પોઝીટીવ બાજુ. . 

બીજી બાજુ આજે ઉતર પૂર્વ ના રાજ્યો માં જયારે હિંસા નો માહોલ છવાયો છે ત્યારે  સોશિયલ મીડિયા દ્વારા ફેલાવામાં આવેલી અફવા ને લીધે બેંગ્લોર, પુના, મુંબઈ અને અનેકવિધ સ્થળો થી ઉતર પૂર્વ ના લોકો પોતાના રાજ્ય, પોતાના ઘર તરફ હિજરત કરી રહ્યા છે. એકલા બેંગ્લોર માં એક ડર નો માહોલ છવાયેલો છે અને ૧૦,૦૦૦ થી વધારે લોકો છેલ્લા થોડા દિવસો માં પોતાના ઘર તરફ બેંગ્લોર છોડી ને ભાગ્યા છે. છે સોશિયલ મીડિયા ની નેગેટીવ બાજુ..

તો થઇ સિક્કા ની બે બાજુ. પણ મુખ્ય મુદ્દો હજી રહે છે. કે ખરેખર સોશિયલ મીડિયા કઈ બલા નું નામ છે? તો સોશિયલ મીડિયા એટલે સાદી ભાષા માં કહીએ તો ઓટલા બેઠક. વર્ષો પહેલા લોકો ગામ ના પાદરે મેળાવડો અને ડાયરો કરતા. પછી સમય આવ્યો કિટી પાર્ટી નો કે જ્યાં સ્ત્રીઓ ભેગી થઇ ને પાર્ટી કરતી. પણ દરેક જગ્યા એક વસ્તુ કોમન રહેતી. હતી ગોસીપ. મનુષ્ય ને પહેલે થી બીજા ના જીવન માં શું બની રહ્યું છે એની ખુબ ચિંતા રહેતી અને એની ચર્ચા કરવા માં ખુબ આનંદ મળતો. સોશિયલ મીડિયા વાત ને પ્રોત્સાહન આપે છે. ફેસબુકટવીટર, બ્લોગ વસ્તુ બતાવે છે. આજે દરેક વ્યક્તિ ને ઈચ્છા હોય છે કે તો પોતાના વિચારો લોકોને કહે અને લોકો એને સંભાળે ને જવાબ આપે. વાત ને લઇ ને બધી વેબસાઈટ કામ કરે છે.

પીકનીક માં ગયા હતા, તો કરો ફોટો ફેસબુક પર અપલોડ, જેથી તમારા મિત્રો ને ખબર પડે. કોઈ સારી ફિલ્મ જોઈ, એના વિષે બ્લોગ લખો, જેથી અન્ય લોકો પણ ફિલ્મ જુવે. કોઈ સારી હોટેલ માં જમવા ગયાટવીટ કરો જેથી સૌને ખબર પડે કે તમે ક્યાં જમ્યા. વાત છે મિત્રો. આપણે લોકો ને જણાવવા માં ખુબ મજા આવે છે કે આપણે ક્યાં ફરીએ છીએ, કેટલું જાણીએ છીએ ને શું કરીએ છીએ.  એક કોલેજ ના વિદ્યાર્થી ક્લાસ ના ફોટો અપલોડ કર્યા  ત્યારે ખબર પડી કે ભાઈ ચાલુ કલાસે ફેસબુક પર ચેટ કરતા હતા. એક બહુ ખરાબ દુષણ છે

હવે જયારે કોઈ રાષ્ટ્રીય કક્ષા ની ઘટના બને ત્યારે લોકો તરત પોતાના વિચાર માધ્યમ દ્વારા પ્રદર્શિત કરે છે. આમાં સેલીબ્રીટી અને સામાન્ય લોકો બંને સામેલ છે. અને હવે તો ઈલેક્ટ્રોનિક મીડિયા પણ સોશિયલ મીડિયા નું મહત્વ સમજે છે અને એને પ્રાધાન્ય આપે છે.  આમ ખરેખર જોવા જઈએ તો સોશિયલ મીડિયા બે-ધારી તલવાર છે. તે જેટલું ઉપયોગી છે તેટલું ખતરનાક. તે જેટલું વિશ્વાસપાત્ર છે એટલું અનિશ્ચિત

કર્મ ની કઠણાઈ:
જયારે માર્ક જુકેર્બર્ગ ને પૂછવા માં આવ્યું  કે ફેસબુક ની વ્યાખ્યા શું? તો તેમનો જવાબ હતો "ફેસબુક એટલે ક્લાસ રૂમ વગર ની કોલેજ"

 (Article Published in "KutchMitra" on 10/09/2012)

1 comment: